પાપ નો કોન્ટ્રાક્ટ
gu.quora.com
ભારત દેશ ક્યારે આઝાદ ?
તમે કદાચ એવું પૂછવા માંગો છો કે ભારત દેશ ક્યારે આઝાદ થયો?
મારી ટિપ્પણી- ભારત દેશ ક્યારે આઝાદ ? આ સવાલ નો તાત્પર્ય એમ પણ છે કે ભારત દેશ ક્યારે આઝાદ થશે?
ખરી રીતે વાક્ય મા ‘આઝાદ’ શબ્દ જ દર્શાવે છે કે ભારત આઝાદ નથી. સમજવામા આવે છે કે ૧૦૦૦ વર્ષ પહેલા ભારત પોતાના ટોચ પર હતું. પણ ત્યાં આવી પડ્યા ‘આઝાદ’ શબ્દ વાપરવાવાળા અને ત્યારથી જાણે ભારતે પોતાની સ્વતંત્રતા ગુમાવી. ભારત બન્યુ હિંદુસ્તાન અને પછી તેની ઉપર પણ ઊભા રહવા વાળું ઇંડિયા આવ્યું.
આઝાદ જેવા શબ્દોં જીભેથી નિકળશે કે નહીં, પણ ઝોરદાર પ્રયત્ન ચાલુ છે કે શહરો કસ્બો ના નામોં બદલાય જેથી ભારત ને કાંઈક ટેકો મળે, જેથી ભારત નો જયજયકાર થાય. પણ શું ૩૦૦ વર્ષ પછી ઔરંગાબાદનું નામ બદલી ને ઔરંગઝેબ પર જીત મેળવી એમ કહેવાશે? એમ જ તો છે! એમ કહેવાય છે એટલે તો પછી નામ બદલ્યું છે!
પણ મુદ્દાનો પ્રશ્ન એ છે કે આપણે કેમ આ ત્રણ જ અસ્તિત્વ પાછળ ભાગિયે છિએ? જાણે કે કોઈ બીજી અસ્તિત્વ બની જ નથી શક્તી. એમ સમજાય છે કે આપણી સંસ્કૃતિ એમ કહે છે કે કોઈ ન કોઈ સામે માથું ટેકવા માટે હોવું જ જોઈએ. સામે ભારત હોય, કે પછી હિંદુસ્તાન હોઈ, કે પછી ઇન્ડિયા. આપણા હિન્દુ ભાઈઓ અને બહેનો ભારત ની સામે લાંબા થઈ જાય છે, મિયાંભાઈ માટે સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન અને બિચારા નેહરુ એકલાં ઇન્ડિયા ના વફાદાર રહ્યા.
પણ ભારત એટલે ધર્મ ના લગતી વાત. ધર્મ ને લગતો દેશ બને, તે વાત કેટલી ખોટી કેટલી સારી? દાખલા તરિકેઃ ભારત, પાકિસ્તાન અને ઇઝરાઈલ? સારાં કે ખોટાં?
માનવ નિર્મિત ધર્મ ને બાજૂ મા રાખશો તો પકડવું પડશે ભગવાન નિર્મિત સિદ્ધાંત એટલે કે બનો તમે ગુજરાતી, બનો તમે સિન્ધી, વગૈરે વગૈરે.
ભગવાન ની વિરોધ માં જવું એટલે પાપ ગણાય! કેટલા વખત નો પાપ નો કોન્ટ્રાક્ટ લઈ ને બેઠેલા છો?
જર્મની એટલે જર્મન ભાષા બોલવા વાળો દેશ. ભારત એટલે શું? ધર્મ શિવાય બીજું છુ? ધર્મની દાદાગીરી શિવાય બીજું શું? આ જ જોકે ગાંધી ને જોઈતું તું, નહીં?
6.p.m. 12-04-2024 પ્રતિ ક્વોરા 23:36, 13-04-2024
Comments
Post a Comment