હિંદુ ધર્મ અને માંસાહાર
Kalpesh Bhatti:કેમ કેઃ માંસાહાર થી રોગ, કામ, ક્રોધ, લોભ, મોહ જેવા વિકાર પેદા થાય રાખશસોં હંમેશા માંસાહારી હતા તે માનવ માસ પણ ખાતા હતા તો ભાઈ કલયુગ માં કોઇ નિયમ ધર્મ નહિ પાડે બસ માંસાહાર તરફ પ્રયાણ કરશે….. જે સત્ય છે ગણા બધા સંતો મહંતો માંસાહારી નથી જેના લીધે તે બહુજ મહાન વ્યક્તિ બનિયાં મહારાણા પ્રતાપ પણ ઘાસ નાજ રોટલા ખાયને.. જીવન ચલાવિયું હતું ભાઈ શુ ફાયદા છે જીવ હત્યાં કરીને જયારે રજવાડામાં પણ 56 ભોગ બનતા તો કેમ માંસાહાર જરૂરી છે
N.Christian:આપણી સંસ્કૃતિ ઉત્તમ છે. આપણે માંસાહાર નથી કરતા. આપણામાં કામ ઓછો છે. આ બધું હોવા છતાં આપણી વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે એમ કેમ? માંસાહાર કરનારા અને સાધારણ સંસ્કૃતિ ધરાવનારા આ પશ્ચિમવાળાઓએ આપણા કરતાં વધારે તરક્કી કરી લીધી એમ કેમ? આપણે ઉત્તમ સંસ્કૃતિવાળાઓએ એમણે કરેલી શોધખોળોનો ઉપયોગ કરવો પડે છે એમ કેમ?
અઘોરી સાધુઓ મરેલા માણસનું માણસ
ખાય છે તો શું તમે એમને રાક્ષસ કહેશો?
પશુઓમાં જ જીવ છે અને શાકભાજીમાં
નથી એવું તમે કેવી રીતે માની કીધું
બધા જ શાકાહારી થશે તો પછી તમારા જેવા શાકાહારીઓ બટાકા પણ નહિ મળે..
મારી ટિપ્પણી-1 આમા બધામાં માણસ નો વિચાર સંકડાએલો છે. ગુજરાત અને ઉત્તર ભારત નાં લોકો માંસાહાર નો વિરોધ કરે છે કારણ કે તેઓ નું તેમા મન બેસતું નથી. તેનો અર્થ એમ થાય છે તેમને અમુક પ્રમાણ ની વાસ્તવિકતા થી દુર રહેવું પસંદ છે. ટુંક માં વાસ્તવિકતા એટલે કે ભગવાનની ઈચ્છા. આખી બીજી દુનિયા શું શું ખાય છે તેનો અર્થ તેમ નથી જ કે જાણે ભગવાન હાય હાય કરીને આ વાત થી નોખા ઉભા રહી જાય છે! ખરી રીતે આમા ખોટું કોણ દેખાય છે, ભગવાન કે તમારા વિચાર?
મારી ટિપ્પણી-2 આ મોટી અગત્યની વાત છે. હિંદુ ધર્મ, મુસલમાનોં એ નામ દિધેલું હિંદુ ધર્મ, નહી તો પછી સનાતન ધર્મ, કે પછી જે હોય તે, કહો કે દુનિયાનું પહેલું વહેલું ધર્મ, તેને ઘણુખરું ક્રુર ધર્મ કેહવા માં આવતું હતું. તેમા તથસ્થ ઉભા રહેવાનું એક મુખ્ય સાર હતું. મરવું, મારવું, માર્યા પછી ખાવું, ભલેને તે માણસચ કેમ ના હોય. અમુક ટાપુઓ આ વિષે પ્રખ્યાત હતા. અંતિમ સંકાર કરવાની કોઈ માથાકુટ જ નહીં. અને આમાં થોડું કે તેમની પાછળ ભગવાનના કોઈ આશિર્વાદ ન હોય? ભગવનાની લીલા સમજવી કે માયા સમજવી?
આનો પછી વિરોધ થયો. માણસનું મન જરા ન માનવા માટે તૈયાર થવા માંડયું. તેના કારણે નવાં નવા ફાટલાઓ પડવા માંડ્યા. તદ્દન વિરોધી પક્ષ જૈન ધર્મ ઉત્પન્ન થયો, સાથે સાથે બોદ્ધ ધર્મ. જોતા જોતા હિંદુ ધર્મના પણ નવાં નવાં સંકરણ થવાં લાગ્યાં. આત્યારે તો તે લગભક બીજા ધર્મોં ની સાથે સાથે દૌડે છે ખાલી એટલું જ કે આ ધર્મ માં આ દિવસે વ્રત પાળે છે, આ દિવસે આ નહીં ખાવાનું વગૈરે વગૈરે. અને બીજા ધર્મો મા બીજા રીત રિવાજ સંમલીત છે.
એટલે કે મુળ ધર્મ ક્યાં નુ ક્યાં લુપ્ત નઈ ગયું છે અને તથસ્થ રહેવાનો મુળ સાર તો જાણે છે જ નથી જાણે. ગીતા નો સાર ની નજીક તો જાણે કોઈ આવવા જ નથી માંગતા.
ગાંધી હોય કે જે કોઈ હોય, અર્જુન ની સાથે ઊભા રહવા તૈયાર છે પણ કૃષ્ણ તો જાણે મંદીર મા પુરવા માટે જ છે.
મને N.Christian એ લખેલી બે લાઈનો બહુ ગમી. “માંસાહાર કરનારા અને સાધારણ સંસ્કૃતિ ધરાવનારા આ પશ્ચિમવાળાઓએ આપણા કરતાં વધારે તરક્કી કરી લીધી એમ કેમ? આપણે ઉત્તમ સંસ્કૃતિવાળાઓએ એમણે કરેલી શોધખોળોનો ઉપયોગ કરવો પડે છે એમ કેમ?”
માંસાહારી તો ઠીક પણ તે તો આખા ને આખા બીફ ખાવા વાળા! રઝળતી ગાયોં ટ્રાફિક જામ કરશે તો ચાલશે પણ હમ ન મારેંગેં /ખાયેંગે ન તો કોઈ ઔર કો મારને/ખાને દેંગે. આજ બતાવે છે કે તમારો અત્યારનો ધર્મ અને સાચી દુનિયા, સાચા ભગવાન ની સાથે કેટલો તાલમેલ છે. ટ્રાફિક જામ કે કોઈ પણ જામ, ચક્કા જામ, નો સામનો કરવા તો પ્રાચિન કાળનો હિંદુ ધર્મ નો મુખ્ય હેતુ છે! બીફ ખાનારા નાનકડા ટાપુ ના લોકો આવી ને જે ઠપકો માર્યો તેના થી ગાલ તો સુજ્યા, પણ સમજ કાંઈ થઈ નહીં.
મનની વાત એક બાજુ, વાસ્તવિકતા બીજી બાજુ. જે એક ધર્મ આખી દુનિયાને પાળી શકે છે તે આજે ભારતીઓ એને પોતાના મન અને સમજ પ્રમાણે નજર કૈદ કરીને રાખ્યો છે.
5:12 p.m. 01-09-2024
Comments
Post a Comment