Posts

Showing posts from April, 2024

પાપ નો કોન્ટ્રાક્ટ

 gu.quora.com  ભારત દેશ ક્યારે આઝાદ ? જવાબ- Muhammed Hanif Khatri ભારત દેશ ક્યારે આઝાદ ? તમે કદાચ એવું પૂછવા માંગો છો કે ભારત દેશ ક્યારે આઝાદ થયો ?   હવે એમાં થોડી અવઢવ છે. કેટલાક લોકો ના મત મુજબ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ માં ભારત આઝાદ થયું. કેટલાક લોકો ની માન્યતા મુજબ ઇ.સ.૨૦૧૪ માં ભારત ને ખરી આઝાદી મળી. તમને જે ફાવતું હોય એ રાખો ને !  મારી ટિપ્પણી- ભારત દેશ ક્યારે આઝાદ ? આ સવાલ નો તાત્પર્ય એમ પણ છે કે ભારત દેશ ક્યારે આઝાદ થશે ? ખરી રીતે વાક્ય મા ‘ આઝાદ ’ શબ્દ જ દર્શાવે છે કે ભારત આઝાદ નથી. સમજવામા આવે છે કે ૧૦૦૦  વર્ષ પહેલા ભારત પોતાના ટોચ પર હતું. પણ ત્યાં આવી પડ્યા ‘ આઝાદ ’ શબ્દ વાપરવાવાળા અને ત્યારથી જાણે ભારતે પોતાની સ્વતંત્રતા ગુમાવી. ભારત બન્યુ હિંદુસ્તાન અને પછી તેની ઉપર પણ ઊભા રહવા વાળું ઇંડિયા આવ્યું. આઝાદ જેવા શબ્દોં જીભેથી નિકળશે કે નહીં , પણ ઝોરદાર પ્રયત્ન ચાલુ છે કે શહરો કસ્બો ના નામોં બદલાય જેથી ભારત ને કાંઈક ટેકો મળે , જેથી ભારત નો જયજયકાર થાય. પણ શું ૩૦૦   વર્ષ પછી ઔરંગાબાદનું નામ બદલી ને ઔરંગઝેબ પર જીત મેળવી એમ કહેવાશે ?  એમ જ...