નામ બદલવાનો કોયડો
મેં મારા એક સિંધી પડોશીને પૂછ્યું કે ખબર પડી કે, આપણા મૈન રોડ નું નામ બદલ્યું તે ? વર્ષો જૂનુ લામ રોડ નું નામ હવે છે છત્રપતિ શિવાજી મહારાજ માર્ગ ( CSMM) ? હું તેને કહું છું કે નામ બદલવાની આ પ્રવૃત્તિઓમાં એક પ્રક્રિયાનો સમાવેશ થવો જોઈએ. એટલે કે જનતાને પૂછવું જોઈએ કે સરકાર રસ્તા નું નામ બદલવા માંગે છે, તમને ગમશે કે ? લઘબઘ તેના બદલા માં મોટી ના જ હશે. આપણે કોઈ સ્થળના નામને તેની ઓળખ સાથે જોડીએ છીએ અને તેને નિશ્ચિત અને કાયમ સ્વરૂપ માનીએ છીએ. નામ બદલવાનો અર્થ એ છે કે ઓળખની પ્રક્રિયા ફરીથી શરૂ કરવી. તે એકાએક પગ નીચેની જમીન અચાનક ખસેડવા જેવું બને છે. ઉપર જણાવેલ પ્રક્રિયા વિના ' લામ રોડ ' નું બલિદાન આપવામાં આવ્યું છે , અને તેમણે ' શિવાજી મહારાજ ' નામનો ઉપયોગ કરીને સલામત માર્ગ પસંદ કર્યો છે.: આ એક એવું નામ છે જે લોકોના હૃદયમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે - જેની સામે કોઈ વાંધો ઉઠાવવાની હિંમત કરશે નહીં.. જોકે , શિવાજી મહારાજ , જેમને દેવલાલી છાવણી / કેમ્પ ને સાથે કોઈ લેવાદેવા ન હતી કે એનો કોઈ સંબંધ બને. મેં મારા પાડોશીને કહ્યું કે આ સન્માન રીતે કોઈ સિંધી વ્યક્તિનું નામ આ...