જન્મસિદ્ધ અધિકાર

મૂળ લેખ વાંચવા માટે નીચેની લાઈનો પર આંગળી દબાવો અથવા ક્લિક કરો....

ભારતના ભાગલા કોને જોઈતા હતા? હિન્દુઓ કે મુસ્લિમોએ ? કોણ ખુશ હતું ભાગલાથી?


મારી ટિપ્પણી-

 ભારતના ભાગલા કોને જોઈતા હતા? હિન્દુઓ કે મુસ્લિમોએ ? કોણ ખુશ હતું ભાગલાથી?

આમાં છે કે ખુશ થવાની વાત જ ન થવી જોઈયે.   કર્તવ્ય ની વાત થવી જોઈયે. ભગનાન પ્રતિ કર્તવ્ય, ધર્મ પ્રતિ નહી.  તમે કોણ છો? ક્યાંના છો? અને શા માટે છો? આ બધું ભગવાન ના ફાળે જાય છે.  હિન્દુ, મુસ્લિમ, અને ખુશી આ માણસ ની કલ્પના નો ખેલ છે.

લગભગ બધાં ભારતીયો ખુશી ની પાછળ ભાગે છે.    એનો જ તો કે પરદેશી રાજ્યકારોને  ઉપયોગ કરતા આવડ્યું. અવડો મોટો દેશ ને બનાવવો અને કાબુમા રાખવો એ કાંઈ સહલી વાત થોડી હોય શકે ?  એક ટચુકડા દેશે ભારતમાં તો ઠીક, લગભગ પૂરી દુનિયામાં રાજ કર્યું હતું. તે અતિશય વખાણવાજોગ છે. પણ ગુલામ વખાણ કરે તો ગુલામ શેના?

આપણે ત્યાં એક કાશ્મીર છે કે જે આડું એટલે આડું જ.  તેના પર ચાલબાઝી કર્યા શિવાય મેળ ખાય તેમ નથી, તે બધાંય સમજે છે.  તેને ખુશ કરવું મુશ્કિલ હી નહીં નામુમકીન જેવું છે.  પણ બાકી ખુશી મા માનવા વાળા ભારતીઓ તે ચાલબાઝીનો પૂરો સાથ છે, તે તો સિદ્ધ છે.    

સવાલ તે છે કે તમે કોણ છો? ક્યાંના છો? અને શા માટે છો?   તે બધાયને લાગુ પડે છે, અને બધાંની ત્યા સમ્મતી છે. એક બીજાને જરૂર પૂછિયે છિયે કે તમે કયા ગામના છો.  તે વિચાર સર્વશ્રેષ્ઠ વિચાર છે.  પણ આપણને મન ની વાત બહુ ભાવે છે.  ગાંધીની મનની વાત, મોદી ના મનની વાત. ભાગલાથી લોકોની ભાગાભાગી થઈ, ઉથલાઈ પડ્યા, હેરાનગતિ નો પાર ન રહ્યો તે બધી વાત મનની વાતને ફાળે જાય છે.

એટલે કે ભૂતકાળ ને ફન્ફોળવાની અત્યંત જરૂરી છે. લોકમાન્ય તિલકે કહ્યું તું કે આઝાદી જન્મસિદ્ધ અધિકાર છે. તેમા અર્થ એ નથી કે મનને ફાવે તે આઝાદી, જે કે ભારત માતા કી જય દર્શાવે છે.  આઝાદી એટલે ઇંગલીશ બોલતા ઇંગ્લેડ જેવી રીતે આઝાદ છે તેમજ ગુજરાતી બોલતું ગુજરાતે આઝાદી મેળવવી જોઈએ.  આમાં બીજા કોઈ વિચાર કરવાની કોઈ તક ન હોવી જોઈયે.

સૌથી વધારે ગુજરાતી ભાષા બોલાતી હોય, ભારતની બાહર, તો છે પાકિસ્તાન માં.  તો પછે કયા હિસાબે ગરવી ગુજરાત તે લોકોથી દૂર રાખવા મા આવે છે?  તેમનો જન્મસિદ્ધ અધિકાર અને કર્તવ્ય છે કે તેમને ગુજરાતનો હક્ક મળે. તેમજ છે બાંગ્લાદેશ માં બિહારિયોં નો  બિહાર પર હક્ક.  અને પછી સિંધી, પંજાબી તો છે ખરાજ. 

ખરૂ શુખ ત્યારે  મળશે જ્યારે આપણે ધર્મ કે મનની વાત ને નહીં , સીધા ઉપરવાલનું કહ્યું માનશું.  પાકિસ્તાન-ભારત પાપોં થી ભરેલી કૃતી છે.

3:15 બોપોર, 25-03-2024

Comments

Popular posts from this blog

ભારત એટલે ચોક્કસ કૌરવધામ

નામ બદલવાનો કોયડો

હિંદુ ધર્મ અને માંસાહાર