પોતેજ ઘઢાવે અને પોતેજ ભગાવે?
મૂળ લેખ વાંચવા માટે નીચેની લાઈનો પર આંગળી દબાવો અથવા ક્લિક કરો....
(Quora ડાયજેસ્ટ)મારી ટિપ્પણી -
ઉપર થી - 'ભારત પર મુઘલ અને બીજા અન્ય વિદેશીઓ એ આક્રમણ કરી શક્યાં અને
ગુલામ બનાવી શક્યા એનું કારણ ભારત ના રાજ્યો વચ્ચેની એકતા નો અભાવ હતો.’
આપણે એક બીજા ને પટાવાનું કામ સારી રીતે કરી
શક્યે છે. લોકતંત્ર મા એ એક અગત્ય નો ઘટક છે. આ બાજૂ એકતા નો અભાવ હતો ત્યારે સામેની સાઈડ માં
બહુ બધી એકતા હતી કે? એટલે કે રાજ્યો વચ્ચે ની એકતા? મુઘલ તો પોતપોતાના
નાના, નજીવા ગામોં થી આવેલા
અને અંગ્રેજોં ને ક્યારે તેના પડોશ ના રાજ્યોં સાથે બહુ બન્યું હશે? એ લોકો ને અંદરો અંદર માં જ બહુ બન્યું હશે. તેમની એકતા એટલે અંદરો અંદરની એકતા. અંગ્રેજ એટલે અંગ્રેજ. પણ આપણે ત્યા ગુજરાતી એટલે ગુજરાતી એવું તો બની
જ ન શકે. તે એક અતિ સામાન્ય વાત સમજી જાય છે.
અહિં રાજ્ય વચ્ચે ની એકતા વિશે વાત થઈ રહી છે.
એક બલાઢ્ય દેશ ની અખંડતા વિશે વાત થઈ રહી છે.
આપણે ગુજરાતી ગુજરાતી નથી રમવા માંગતા. આપણે સામે હિંદુ મુસલીમ નો મુદ્દો છે, તેનો ઉપયોગ કરવો છે. આના લીધે તો એક બલાઢ્ય દેશ ભારત સજ્જ થઈને મૈદાન
માં ઊભું છે.
તમે જેમ લખ્યું છે ‘ભારત નું એ કમનસીબ છે કે આજે જે ધાર્મિક ભેદભાવ પ્રવતે છે એ
પેલા કરતા ઘણો વધુ છે.’ પણ તેમા જ તો પછી ભારત ની દેશ ભક્તી પરોવાયેલી છે. જેટલો ધાર્મિક ભેદભાવ એટલુ જ ભારત મજબુત અને આ બાબતમાં
આપણે કેટલા ફાવી ગયા છે તે આપણે પ્રસ્યક્ષ જોઈ શકીયે છે.
ખરી રીતે ધર્મ અને આધ્યાત્મિકતા કે ભગવાન પોતે આ બે જુદી
જુદી વસ્તુ છે. ધર્મ માનવ નિર્મિત છે. આધ્યાત્મકતા, એટલે કે ભગવાન જે છે તે છે. તમે અંગ્રેજ છો
તો તમે અંગ્રેજ છો. ગુજરાતી છો તો ગુજરાતી છો.
સિંધી છો તો સિંધો છો. ધર્મના રવાડે
ન ચડીયા હત તો સિંધિયોં ને પોતાનું વતન છોડવું પડ્યું હત કે? એવો કેવો એક દેવ છે
કે પોતેજ ઘઢાવે અને પોતેજ ભગાવે?
આ વાતની સમજ લોકામાં પસરે તો એકજ ધડાકે કાશમિર હોય કે પાકિસ્તાન, કે પછી બલાઢ્ય ભારત બધી વસ્તુ લાઈન મા આવી
જાય.
6:13 p.m. 19-03-2024
Comments
Post a Comment