પ્રજાસત્તાક પણ એક સામ્રાજ્ય

 મૂળ લેખ વાંચવા માટે નીચેની લાઈનો પર આંગળી દબાવો અથવા ક્લિક કરો....

જો યુરોપિયન લોકો ભારતમાં ન આવ્યા હોત, તો ભારત વર્તમાનમાં કેવું હોત?

"યુરોપીન લોકો ભારત માં ના આવ્યા હોત તો ભારત જે અત્યારે અખંડ દેશ છે એ શક્ય બનવું મુશ્કેલ એટલા માટે હોત કારણ કે જેટલા રાજ્ય હતા એટલા રજવાડા હતા અને જો બધા રજવાડા સશક્ત હોત તો એટલાજ એમાંથી અલગ અલગ દેશ અત્યાર સુધી માં બની ગયા હોત પરંતુ અંગ્રેજો એ લડી લડી ને રજવાડા ઓ ને ક્યાંક હરાવ્યા તો ક્યાંક દોસ્ત બનાવી પોતાના તરફ કરી દરેક રજવાડાઓની તાકાત ને ઘટાડી ને એક મોટા અંગ્રેજ સામ્રાજ્ય ની સ્થાપના કરી જેના લીધે ત્યાર બાદ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે સરદાર પટેલની આગેવાની(lead) માં આ બધા રાજ્યો ને એક એક કરી ઓછા સમય માં ભારત માં મીલાવી દેવું શક્ય બન્યું. અને આ રીતે ભારત દેશ રાજાઓ ના શાશનો માંથી મુક્ત થઈ ખરા અર્થ માં અખંડ પ્રજાસત્તાક દેશ બની શક્યો."


મારી ટિપ્પણી – પ્રશ્ન એ છે કે આજે જે છે તે બરાબર છે કે? એટલે કે અખંડ પ્રજાસત્તાક દેશ જે બન્યો છે તે ઠીક વાત બની છે?  પ્રજાસત્તાક પણ એક સામ્રાજ્ય (Empire) ની જેમ પેશ આવવું આજકાલના સમયે તે યોગ્ય વાત બને છે?

 અંગ્રેજો ની જે પકડ હતી તેમા જ પ્રવેશી ને આપણે તે જ પકડ વધારે મજબુત કરવા મંડી પડવામાં આપણા થી  કાંઈ ભૂલ થાય છે  એવું કોઈને ન થયું?   જવું જોતું તું વિરુધ દિશામાં પણ ગયા અંગ્રેજ સામ્રાજ્યની ચિંધેલી દિશામાં અને એટલું જ નહીં પણ જ્યાં અંગ્રેજ ઢિલા પડ્યાં ત્યાં પણ એક મજબૂત સ્થિતિ લાવી ને તે સામ્રાજ્ય ને જ વધારે  બલાઢ્ય કરવાનો આપણો હેતુ દુનિયા ની સામે રાખવા માં કાંઈ સંકોચ જેવું થયું નહી એ એક વાત થઈ.  આ તો જોકે માણસ માણસ નો વિચાર છે.  ભારતીયો જેમ statue of unity જોવા જે ભીડ કરે છે એ ઉપરથી તો કોઈને પણ આ વાત માં કાઈ ખોટ લાગતી હોય તો હરામ.

આમા એક કારણ છે. “भारत माता की जय” એક કારણ છે.  આપણે ઊભા છે અંગ્રેજોં એ બનાવેલા પાયા ઊપર પણ નજર તાકી  ને બેઠાં છે 1000 વર્ષ પહેલા નાં ભારત પર. આપણે તે જૂના ભારત ના સેવક થવા માંગિયે છિએ.  વિચાર કરિયે છે કે તે ભારતીય સંસ્કૃતિ ને કેટલું ખોટું લાગ્યું હશે જ્યારે  તેને ખસેડી ને બીજા સંસ્કૃતિઓ દેશભરમાં ફરી વળ્યા?

સંસ્કૃત ભાષાની સભ્યાતા ને માઠું લાગ્યું હશે એમ વિચારીને તે પછી આવેલી સભ્યતાઓના  વારસદાર બનેલા ખુણાખાંચરા ને વખોડી કાઢવામાં જ ન્યાય છે તે અત્યારે બધાંની સમજ થઇ બેઠી છે. બોમ્બે, બોમ્બે વીટી, મદ્રાસ, કલકત્તા, મુગરસરાઈ, ઔરંગાબાદ ના આ સારા એવા નામોં ના ખોવાનુ નુકસાન  હાથેકરીને માથે લીધું  કેમ કે તેના લિધે 1000 વર્ષ જૂની સભ્યતા ને કાઈંક સમાધાન થાય.  વાસુદેવકુટુંબકમ વાળી વાત કેટલી સાચી અને કેટલી ખોટી?

 અમે તો જાણે ગુલામી હેઠળ જ જિવવા માંગિએ છિએ.  અંગ્રેજી પાયા ઉપર ઊભી ને જોર થી પુકારવું છે ભારત માતા કી જય.  આ એક ગુલામી હેઠળ ઉભા રહી ને બિજી ગુલામી ની વાહ વાહ કરવા જેવું છે.  ભારતીય દેશવ્યાપી ગુલામો ને એ વાત કળવી અઘરી છે કે તેના લીધે પોતપોતાની ભાષાદિઠ સભ્યતાઓ નો અનાદર થાય છે, તેમને ગૌણ લેખવામા આવે  છે.  દરેક સભ્યતા ને આપણી આપણી જગ્યા છે, પોત પોતાની ખાસિયત છે.  તેને પોત પોતાના ચિન્હ, ખુણાખાંચરા છોડવાના અધિકાર છે. ગુજરાતી હોય કે મરાઠી, જર્મન ઓય કે રૂસી, દરેક ને  સંપૂર્ણ રીતે અસ્તિત્વ ધરાવાનો કર્મપ્રાપ્ત હક્ક છે.  મેરા ભારત મહાન મા તો અસંખ્ય ભાષાદિઠ સભ્યતાઓ સપડાએલી છે.  તેઓને અનાદર થાય, તેઓને તુચ્છા થી લેખાય તો જ ગુલામો ની સભ્યતા જળવાય શકે એમ છે! . ભારત માતા કી જય એટલે કે ધર્મ ને નામે બધી વાત છે એટલે બધી વાત માફ.  પણ મુદ્દા ની વાત એ છે ધર્મ અને ભાગવાન એકચ રસ્તો પકડી ને ચાલતા નથી.    

આર એસ એસ પ્રમુખ મોહન ભાગવત તો  અણધારી રીતે સમજદાર વ્યક્તિ લાગે છે. તે ઘણી વખત માતૃભાષા  મુદ્દે ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા છે. પણ તે ચિંતા માજ એક ઉકેલ છે તે સ્વીકારવા તેઓ તયાર થશે જ નહીં કારણ કે તેને માટે ભારત માતા કી જય ની પુકાર થાંબવી પડશે અને તેમા તેમની બધી વાત બગડી જાય, હિંદુ રાષ્ટ્ર ની વાત બગડી જાય!

અંગ્રેજ ખુદ સામ્રાજ્ય વાળા વિચારોં ને છોડીને તેમના ટચુકડા ટાપુ ભણિ પાછા ફરિયા છે તો આપણા વિચારો ક્યારે તેમના જેવા થશે કે ભારત, હિંદુસ્તાન, ઇન્ડીયા સામ્રાજ્યો ઇતિહાસ ના પન્નાઓં માં સંપેટાય જાય?  બીજું તો ઠીક વિસ્થાપિત થયેલા સિંધી, પંજાબી પોત પોતાના ઘરે ક્યારે પણ જઈ શકશે ખરા? એનો વિચાર કોઈ ને મગજ મા પણ આવે છે ખરો?

 એમજ છે જાણે  જ્યાં સુધી ભારત માતા કી જય ની પુકાર થયા કરશે ત્યાં સુધી કદાપિ નહીં. લોકતંત્ર ના નામે અત્યાચાર.  હિંદૂ ધર્મ તેમા શામિલ છે.  ધર્મ અને ભગવાન એકબીજા માટે  વિરોધાભાસી છે.  એટલે આશા સદાય હાજર છે.

22:39 hrs, 18-03-2023 to Quora


Comments

Popular posts from this blog

ભારત એટલે ચોક્કસ કૌરવધામ

નામ બદલવાનો કોયડો

હિંદુ ધર્મ અને માંસાહાર